Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

વાઘેથા ગામની યુવતિ ઘરમાં કોઈને કઈ કહ્યા વિના ચાલી જતા પિતાએ આમલેથા પોલીસનો આશરો લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વાઘેથા ગામની યુવતિ ઘરમાં કોઈને કંઈપણ કહ્યા વિના 24 ઓગસ્ટ એ સવારે 11 વાગે ક્યાંક ચાલી જતા પિતાએ પોલીસને જાણ કરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર શનુભાઈ ગોરધનભાઈ વસાવા( રહે . વાઘેથા , નિશાળ ફળીયુ , તા.નાંદોદ )એ  આમલેથા પોલીસ મથકે આપેલી ખબર મુજબ તેમની પુત્રી ભાર્ગવીબેન (ઉ.વ.21) ગત તા .૨૪ / ૦૮ / ૨૦૨૧ ના સવારના કલાક : ૧૧/૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ક્યાંક જતી રહેલ છે. જેથી પિતા એ વાઘેથા ગામે તથા સગા સબંધીઓના ઘરે તપાસ કરેલી પરંતુ છોકરી ભાર્ગવી મળી આવેલ ન હોવાથી આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:34 pm IST)