Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

તિલકવાડાની ભોગબનનાર યુવતીની રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાએ મુલાકાત લઈ આશ્વાસન આપ્યું

દુષ્કર્મ કરનાર જિલ્લા ભાજપ ઉપપ્રમુખની તાત્કાલિક ધરપકડ કરવા માંગણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની આદિવાસી યુવતી પર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલે બળાત્કાર કર્યો હોવાની બનેલી ઘટનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેમાં આ ઘટના બાદ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાએ મહિલા પ્રતિનિધિઓ સાથે પીડિતા અને કુટુંબીજનો ની મુલાકાત લઇ આશ્વાસન આપી બળાત્કારી હિરેન પટેલની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી હતી

મળતી વિગતો મુજબ તિલકવાડા તાલુકાની આદિવાસી યુવતીને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલે લગ્ન તેમજ નોકરીની લાલચ આપી વડોદરા જુદી જુદી હોટલમાં લઇ જઈ તેમજ ઘેર બોલાવી દુષ્કર્મ કરતા યુવતીએ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ આપતા આ બાબત હાલ જિલ્લામાં ભારે ચર્ચામાં રહી છે ત્યારે સાંસદ નારણ રાઠવા મહિલા મોરચાના જ્યોતિબેન તડવી સાહિતનાઓ સાથે પીડિતાને તેના ગામમા મળી સાંત્વના આપી હતી અને દૂષ્કર્મ કરનાર ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલની ધરપકડ કરવા માંગણી કરી હતી.
 સાંસદે જણાવ્યું હતું કે હું અહીં સાંસદ તરીકે નહિ પણ આદિવાસી સમાજના આગેવાન તરીકે આવ્યો છું તેમને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે મહીલા સશક્તિકરણ અને બેટી પઢાવ બેટી બચાવ ની વાતો કરનાર ભાજપ સરકારના રાજમાં ભાજપ નેતાઓ જ મોટેભાગે મહિલાઓ પર  ના દુષ્કર્મ ના કિસ્સા માં સંડોવાયેલા હોય છે કોંગ્રેસ મહિલા મોરચાના જ્યોતિ બેન તડવીએ પણ આરોપીને તાત્કાલિક પકડવા માંગણી કરી હતી.

(9:17 am IST)