Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

દહેગામમાં રસ્તા પરનું કામ અધૂરું મૂકી દેવાતા રહીશોને આવા જવામાં હાલાકી

દહેગામ:સરકારી તંત્રમાં ન જાણે કેમ ચોમાસા પહેલા જ ખાડા ખોદવા ગટર કામ કે રોડ બનાવવાનું કામ શરૃ કરવામાં આવતું હોય છે ? એક તરફ ખોદી અને કામ અધૂરું મૂકી દેવામાં આવતું હોય છે અને બીજી તરફ ચોમાસાના લીધે કામ બંધ કરી દેવામાં આવે છે અને પ્રજાની ખો નીકળી જતી હોય છે. આવી જ કંઇક વાત દહેગામના બબલપુરા ગામની છે.

દહેગામ તાલુકાના સાંપા પંચાયતના બબલપુરા ગામના રહીશો માટે ચોમાસુ મુસીબતોનો પહાડ લઇને આવ્યું છે. ગામ આગળથી રેલ્વે લાઇનનું કામ ચાલુ હોવાથી ગામમાં જવાનો રસ્તો આડેધડ ખોદી નંખાયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તાના નામે બાજુના ખેતરમાંથી માટી નાંખી અને રસ્તો બનાવી આપ્યો હતો. પણ થોડો વરસાદ પડતાની સાથે જ કીચડ થઇ ગયો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલગ અલગ કંપા મળી કુલ ૭૦૦ થી વધુ લોકો માટે આ એક જ રસ્તો છે. 

(5:18 pm IST)