Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

હાર્દિક પટેલના ઉપવાસના ત્રીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યો-પ્રવક્તાએ લીધી મુલાકાત

અમદાવાદમાં પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવા માફી મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને કોંગ્રેસનું સમર્થન છે. ત્યારે આજે  ઉપવાસના ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના 28 ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રવક્તાએ હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચીને તેની સાથે મુલાકાત કરી હતી

  દરમિયાન કોંગ્રેસે રાજ્ચ સરકારની નીતિ સામે પ્રહાર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકને ક્યાંય ઉપવાસ આંદલનની મંજૂરી નહીં મળતાં તે તેના બોપલ નજીક ગ્રીન વુડ રિસોર્ટમાં તેના નિવાસસ્થાને ઉપવાસ પર બેઠો છે.

(8:09 pm IST)