Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વડોદરાના જાંબુવા બ્રિજ નજીક અજાણ્યા વાહને મોપેડને હડફેટે લેતા મહિલાનું ગંભીર ઇજાથી મોત

વડોદરા: શહેરના જાંબુવા બ્રિજ પાસે અજાણ્યા વાહને મોપેડ લઇને નોકરી જતી મહિલાને અડફેટે લેતા મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત થતા મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ સયાજી નગરમાં રહેતા  રાહુલ મોહનભાઇ  જોગસણ ૧૦૮ માં પેરા મેડિકલ તરીકે નોકરી કરે છે.તેમની પત્ની જ્યોતિબેન છેલ્લા ચાર વર્ષથી દિપક ફાઉન્ડેશનમાં નોકરી કરે  છે.ગઇકાલે સવારે રાહુલ બાઇક લઇને અને તેની  પત્ની મોપેડ લઇને નોકરી પર  જવા સાથે નીકળ્યા હતા.આજવા ચોકડી થી તેઓ મકરપુરા તરફ જતા હતા.જાંબુવા બ્રિજ પાસે તેની  પત્ની આગળ મોપેડ  લઇને જતી હતી.ત્યારે એક કારચાલકે તેને  ટક્કર મારતા તે ફંગોળાઇ ગઇ  હતી. માથામાં ગંભીર ઇજા થતા જ્યોતિબેનને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ,ટૂંકી સારવાર દરમિયાન જ્યોતિબેનનું  મોત થયુ હતું.

(5:28 pm IST)