Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

૩ જી માર્ચ ગુજરાતનું બજેટ નાણામંત્રી નીતિનભાઇ પટેલ ડીઝીટલ ફોર્મેટમાં વિધાનસભામાં રજુ કરશે

૩૭ પ્રકાશનો માટે પપ લાખ કાગળો વપરાય તેને બદલ ડીઝીટલ કરણથી કાગળો પર્યાવરણ બચાવી શકાશે

ગાંધીનગર : પ્રજાના નાણાંથી રાજ્ય સરકારનું અંદાજપત્ર આમ નાગરિકો મેળવી શકે તે માટે, નાણા વિભાગ દ્વારા - ગુજરાત બજેટ - મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. દેશભરમાં ગુજરાતે પ્રથમવાર આ છે.

વિધાનસભાની કાર્યવાહીના દસ્તાવેજો જાહેર કરવામાં નહીં આવે. ખરેખર તો વિધાનસભામાં રજૂ થતાં લાખો પાનના દસ્તાવેજો આ એપમાં રજૂ કરી શકાયા હોત. ખાસ કરીને પ્રશ્નોત્તરી અને રાજ્ય સરકાર, અધિકારીઓના કૌભાંડો રજૂ કરતાં CAG, તપાસ સમિતિઓના અહેવાલો રજૂ કરવાની જરૂર હતી.

1961માં પ્રથમ અંદાજપત્ર વિધાનસભામાં રજુ થયું તે સમયે અંદાજપત્રના પ્રકાશનોની સંખ્યા 30 હતી. વર્ષ 2021-22ના અંદાજપત્રમાં 73 પ્રકાશનો પ્રકાશિત કરવામાં આવનાર છે. 55 લાખ પાનાની સંખ્યા છે. અંદાજપત્રના પ્રકાશનો ડીજીટલ સ્વરૂપે આવતાં હવે જરૂરીયાત મુજબ અંદાજપત્રના 20% એટલે કે 15 પુસ્તકો - પ્રકાશનો છાપવામાં આવશે. એક વૃક્ષથી બનતાં કાગળનો બચાવ થશે.

આ એપ્લીકેશન દ્વારા વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરીને ગુજરાતમાં પ્રજાના પ્રતિનિધિઓ શું કરી રહ્યયા છે તે બતાવી શકાય તેમ હોવા છતાં તે મૂકવામાં આવી નથી. સંસદ અને દેશની 18 વિધાનસભામાંથી કાર્યવીહીનું જીવંત પ્રસારણ થાય છે. પણ ગુજરાતમાં કરવા લાઈવ ટેલિકાસ્ટ કરવા દેવામાં આવતું નથી. વિધાનસભા સંકુલમાં કેમેરા સાથે પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે.

(12:28 pm IST)