Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અબડાસા: હત્યાના પ્રયાસના ગુનાનો આરોપી પેરોલમાં છૂટ્યા બાદ હાજર ન થતા લોડાઇ ગામેથી ઝડપી લેવાયો

ઝડપાયેલા આરોપી પાસેથી છરી પણ મળી

અબડાસાના કોઠારા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનાનો આરોપી લતીફ નુરમામદ કકલ (રહે. ભચાઉ) પાલારા જેલમાંથી પ દિવસની પેરોલ રજા પર છૂટ્યો હતો. પેરોલ પર છૂટ્યા બાદ આરોપી પાછો જેલમાં હાજર ન થતાં આ ભાગેડું શખ્સને પોલીસે લોડાઈ ગામ નજીકથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી છરી પણ મળી આવી હતી

(1:09 am IST)
  • ઉધ્ધવ ઠાકરેની મુસ્લિમોને ભેટઃ સરકારી સ્કુલ-કોલેજમાં પ% અનામત : મહારાષ્ટ્રમાં સરકારી સ્કુલ અને કોલેજોમાં મુસ્લિમોને પ ટકા અનામત આપવાને સરકારે લીલીઝંડી આપીઃ આ નિર્ણયને ટૂંક સમયમાં વિધાનસભામાં પાસ કરાવાશેઃ એનસીપીના પ્રવકતાની જાહેરાત access_time 4:02 pm IST

  • પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો ઉપર સતત હિંસા : સરકાર નિઃસહાય : કરાચી : સયુંકત રાષ્ટ્રે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકો વિરૂધ્ધ થઇ રહેલ મામલાઓ અંગે હસ્તક્ષેપ કરી જોરદાર લતાડ લગાવી છે. સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ મેશલ બાચલેટે જણાવેલ કે ધાર્મિક અલ્પસંખ્યકોને પાકિસ્તાનમાં સતત હિંસા અને તેમના પ્રાર્થના ઘરોની જગ્યાએ હુમલાનો ભોગ બનવુ પડે છે. ઇશ નિંદા કાયદાના પ્રાવધાનોમાં સંશોધન કરવામાં સરકારની વિફળતાના લીધે હીંસા થયેલ. access_time 12:45 pm IST

  • રાજદ્રોહ કેસ પર જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયાકુમારે કેજરીવાલ સરકારનો માન્યો આભાર : ટ્વીટ કરીને કહ્યું દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે આ કેસની ગંભીરતાથી લ્યે : ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી ટ્રાયલ થાય અને કાનૂનની અદાલતમાં ન્યાય સુનિશ્ચિત કરાઈ access_time 1:03 am IST