News of Thursday, 27th February 2020
અબડાસા: હત્યાના પ્રયાસના ગુનાનો આરોપી પેરોલમાં છૂટ્યા બાદ હાજર ન થતા લોડાઇ ગામેથી ઝડપી લેવાયો
ઝડપાયેલા આરોપી પાસેથી છરી પણ મળી
અબડાસાના કોઠારા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનાનો આરોપી લતીફ નુરમામદ કકલ (રહે. ભચાઉ) પાલારા જેલમાંથી પ દિવસની પેરોલ રજા પર છૂટ્યો હતો. પેરોલ પર છૂટ્યા બાદ આરોપી પાછો જેલમાં હાજર ન થતાં આ ભાગેડું શખ્સને પોલીસે લોડાઈ ગામ નજીકથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી છરી પણ મળી આવી હતી
(1:09 am IST)