Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

વડોદરામાં દીકરીના બર્થડેમાં ચાઇનીસ પ્રોડક્ટે પિતાને ગંભીર રીતે ઇજા પહોંચાડી

વડોદરા:શહેરમાં એખ પરિવારને દીકરીની બર્થડે પાર્ટીમાં ચાઈનીસ પોપરનો કડવો અનુભવ થયો છે. ચાઇનીઝ પ્રોડક્ટ સસ્તી હોય છે પણ તે તેટલી જ જોખમી પણ સાબિત થાય છે. ત્યારે શહેરનાં એક પરિવારમાં બર્થડેની ખુશી દોડધામમાં ફેરવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરીની બર્થ-ડે પાર્ટીમાં પિતા ચાઈનીઝ પોપર લઇને આવ્યા. બાદમાં દોરી ખેંચતાં જ એકાએક બોમ્બની જેમ ફૂટતાં યુવકની ત્રણ આંગળીઓમાં ગંભીર ઇજા પહોંચી હતી.

વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા ભાવીક શરદભાઇ પટેલ તેમની દીકરીની બર્થ ડેની ઉજવણી કરવા જતાં આ ઘટના ઘટી હતી. શુક્રવારે દીકરીનો જન્મ દિવસ હોય ઘરની નજીકની એક હોટલમાં બર્થ-ડે પાર્ટીનુ આયોજન કર્યું હતું. અકોટા સ્થિત એક નામંકિત કેક શોપમાંથી આ પરિવારે પાર્ટી પોપરની ખરીદી કરી હતી. હોટલમાં દીકરીની બર્થ-ડેની કેક કાપવાની તૈયારી જ કરી રહ્યા હતા. ત્યારે દીકરીના પિતાના જમણા હાથમાં ચાઇનીઝ પ્રોડકટ પાર્ટી પોપર હતું.
તેની દોરી ખેંચતાંની સાથેજ ધડાકાભેર હાથમાં જ ફૂટ્યું હતું. પાર્ટીમાં આવેલા તમામ મહેમાનો એક તબક્કે ચોંકી ગયા હતા. પોપર ફૂટતાંની સાથે જ યુવાનના જમણા હાથની ત્રણ આંગળીઓ ફાટી જતાં લોહીલુહાણ થયા હતા. જેથી તાત્કાલિક નજીકની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચી સારવાર કરાવી હતી.

(5:15 pm IST)