Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે :નીતિન પટેલ સાથે મુલાકાત

નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે બંધબારણબેઠક ;ધવલસિંહ ઝાલા સાથે રહ્યાં

અમદાવાદ :લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં ફરી વાર ગરમાવો આવ્યો છે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર બનાસકાંઠાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી, જેને લઇને હવે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો ફરી એકવાર તેજ બની છે. આજની બેઠકને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.  

બીજીબાજુ, નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે બંધબારણ યોજાયેલી બેઠકને લઇ કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. કારણ કે, કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરાવવા વિધાનસભા અધ્યક્ષ સમક્ષ વારંવાર રજૂઆત કરી ચૂકયું છે.

ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર બનાસકાંઠાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તેમના સાથી ધવલસિંહ ઝાલા સાથે રાખી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. નીતિન પટેલની ચેમ્બરમાં ૨૦ મિનિટ સુધી અલ્પેશ ઠાકોરે ચર્ચા કરી હતી. બેઠક બાદ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની વાતને લઇ ફરી એકવાર ચર્ચા અને અટકળો તેજ બન્યા હતા

(10:52 pm IST)