Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ગુજરાત યુનિ,માં વાઇસ ચાન્સેલરની ઓફિસની બાજુમાં આગ ભભુકતા અફરાતફરી :કર્મચારીઓએ આગ બુઝાવી

યુનિવર્સિટીના પરિસરમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર ઓફીસની બાજુમાં આગ લાગી હતી પરંતુ ત્યાંના યુનિવર્સિટીના કર્મીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો તથા તેના પર તાકીદે પગલાં લઈ આગને બુઝાવવામાં આવી હતી.

   આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બપોર ના સુમારે આગ લાગવાની ધટના બની હતી. જ્યારે આગ લાગી ત્યારે યુનિવર્સિટીના પરિસરમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પણ ત્યાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા

  આ મામલે હજુ કુલપતી કે ત્યાંના સત્તાધીશો હજુ મીડિયા સામે આવવા માગતા નથી. મ્યુનિસિપલ તંત્ર દ્વારા દરેક ટયુશન કલસીસોમાં તાપસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી આ મામલે યુનિવર્સિટીમાં તાપસ કરવામાં આવી નથી માત્ર દેખાવ પૂરતી તાપસ કરવામાં આવે છે

(8:59 pm IST)
  • અભિનેતા કરણ ઓબેરોય પર દુષ્કર્મનો આરોપ લગાવનાર મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો ;પીડિત મહિલા પોલીસમાં નોંધાવી ફરિયાદ :મુંબઈ પોલીસે કહ્યું જો જરૂર જણાયે પીડિતાને સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે access_time 1:23 am IST

  • વડાપ્રધાન મોદીના સેન્ટ્રલ હોલના વક્તવ્યના મુસ્લીમ સંગઠને કર્યા વખાણ :જમિયત ઉલેમા એ હિન્દે પત્ર લખીને વડાપ્રધાન મોદીના અલ્પ સંખ્યક સમાજને લઇને આપેલ નિવેદનના વખાણ કર્યા :પત્રમાં એવી આશા વ્યક્ત કરાઈ છે કે સરકાર અલ્પ સંખ્યકોના શિક્ષણ,સ્વાસ્થ્ય અને રોજગારી પર વિશેષ ધ્યાન આપશે access_time 1:22 am IST

  • છીંદવાડાની ભાવના માઉન્ટ એવરેસ્ટ સર કરનારી મધ્યપ્રદેશની પ્રથમ મહિલા બની :ભાવના દેહરીયાએ વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળી મધ્યપ્રદેશની પહેલી મહિલા બની access_time 1:21 am IST