Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વડોદરા નજીક સીંઘરોટમાં દારૂની ડિલિવરી સમયે પોલીસે દરોડા પાડી બે શખ્સોને ઝડપ્યા: અન્ય બે ફરાર

વડોદરા: નજીક સિંઘરોટના પરા દાજીપુરા ગામની સીમમાં એક કારમાંથી દારૃના જથ્થાની ડિલીવરી થતી હતી ત્યારે જ પોલીસે દરોડો પાડી દારૃનો જથ્થો તેમજ એક બાઇક સાથે બે વ્યક્તિને ઝડપી પાડયા હતા જ્યારે કાર સાથે બે વ્યક્તિ ફરાર થવામાં સફળ રહી છે.

દાજીપુરા ગામની સીમમાં ખુશાલભાઇ પટેલના ફાર્મ નજીક રોડ પર જાહેરમાં એક કારમાંથી અરવિંદ ગોહીલ અને મુન્ના ચૌહાણના દારૃનું કટીંગ થવાનું છે તેવી બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગત રાત્રે વોચ ગોઠવી દરોડો પાડતાં ભાથીપુરા ગામમાં રહેતો અરવિંદ ગોહીલ કાર લઇને ફરાર થઇ ગયો હતો જ્યારે પરબતસિંહ વજેસંહ પઢીયાર (રહે.ઉમેટા ચોકડી, આંકલાવ, આણંદ) ખેતરમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે મુન્ના હરેન્દ્રપ્રસાદ ચૌૈહાણ (રહે.કોયલી) અને કરણસિંહ ખુમાનસિંહ ગોહીલ (રહે.દાજીપુરા) ઝડપાઇ ગયા હતાં.

(5:50 pm IST)