Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મહિલાનો અછોડો તોડી બાઈક સવાર છનનન......

વડોદરા:શહેરમાં અલકાપુરી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે અછોડો તૂટયાનો બનાવ બનતા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.

અલકાપુરી વિસ્તારમાં વીજ કંપનીની ઓફિસ નજીક મુક્ત જ્વેલર્સ પાસે ગઈકાલે ખરીદી કરવા આવેલી મહિલા બહાર નીકળી ત્યારે રોડ પર બાઇક લઇ ધસી આવેલા એક યુવકે તેમનો અછોડો તોડ્યો હતો.

મહિલાએ બુમરાણ મચાવતા દોડધામ થઇ હતી પરંતુ હેલ્મેટધારી અછોડા તોડ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. બનાવના સ્થળે ગોત્રી પીઆઇ અને પોલીસની ટીમ આવી ગઈ હતી અને અછોડા તોડની બાઈકને આધારે તપાસ કરી હતી.

(5:48 pm IST)