Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અલ્પેશ ઠાકોર તો ભાજપમાં જ છે :હવે વિધિવત જોડાઈને મંત્રીપદ મેળવશે :પૂર્વ ધારાસભ્યં ભાવસિંહ રાઠોડનો ધડાકો

થરાદમાં ઉમેદવાર ઊભો રાખીને ભાજપને જીતાડી :હવે છ મહિના ફરીથી ચૂંટણી લડશે

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા નેતા અલ્પેશ ઠાકોર વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. તેમણે તો એમ પણ કહ્યું કે અલ્પેશ તો ભાજપમાં જ છે

 . રાધનપુરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા ભાવસિંહ રાઠોડે અલ્પેશ ઠાકોર વિશે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે, કેબિનેટ મંત્રી પણ બનશે. તેમણે કહ્યું કે અલ્પેશ ભાજપમાં જ છે. કોંગ્રેસ ખોટી પાછળ પડી છે ધોકો લઈને. તેમણે કહ્યું કે કોંગ્રેસવાળા હવે પાછા લેવાના નથી

 કોંગ્રેસને અલ્પેશે નુકસાન તો કર્યું જ છે. થરાદમાં ઉમેદવાર ઊભો રાખીને ભાજપને જીતાડવાનું કામ તો તેણે જ કર્યું છે. અત્યારે અલ્પેશ ભાજપનો જ છે. તેમણે તો એવા પણ એંધાણ આપ્યાં કે અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને 6 મહિનામાં ફરીથી ચૂંટણી લડશે.રાધનપુર સીટ પરથી ભાજપમાંથી તેઓ ચૂંટણી લડે તેવા સંકેત તેમણે આપ્યાં

(6:45 pm IST)