Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

સુરત રેલ્વે સ્ટેશન પાસેથી 81 કિલો ગાંજો ઝડપાયો ; ત્રણ શખ્સોની ધરપકડ

અમદાવાદ એક્સપ્રેસમાં ગાંજાની હેરાફેરી ;મૂળ ઓરિસ્સાના ત્રણ શખ્શોને એનસીબીએ ઝડપી લીધા

 

અમદાવાદ. સુરત રેલવે સ્ટેશન પાસેથી એનસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે 81 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  પોલીસ  મુજબ ગાંજાના જથ્થાને પુરી અમદાવાદ એક્સપ્રેસમાં હેરાફેરી કરવામાં આવતી હતી. એનસીબીને અંગેની બાતમી મળી હતી. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ મૂળ ઓડીસાના રહેવાસી છે. આટલા મોટા જથ્થા સાથે ઝડાપયેલા આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

(11:05 pm IST)