Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ખેડૂતોને કોર્ટમાં ઢસડી જવાનો પેપ્સીકોનો નિર્ણંય ખોટો : સરકારે આંખો બંધ નહીં કરવી જોઈએ ;અહમદ પટેલ

ખેડૂતોને PPVFR એક્ટ હેઠળ આપવામાં આવેલા હકોનું હનન

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને કોર્ટમાં લઈ જવાનો પેપ્સી-કોનો નિર્ણય ખોટો છે. તે ખેડૂતોને PPVFR એક્ટ હેઠળ આપવામાં આવેલા હકોનું હનન કરનારું છે. આ બાબત સામે રાજ્ય સરકારે પોતાની આંખો બંધ ન કરી દેવી જોઈએ. કોર્પોરેટ ઈન્ટરેસ્ટ ખેડૂતોએ શું વાવવું અને શું ન વાવવું તે નક્કી કરવા બાબતે ન હોવું જોઈએ.

   પેપ્સી-કો કંપની દ્બારા કોર્ટમાં બટાકા પકવતા ખેડૂતો પર એક-એક કરોડનો દાવો કરવામાં આવ્યો છે, આ સમગ્ર મામલે હવે રાજકારણમાં પણ ગરમાટો આવ્યો છે. પેપ્સી-કો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કંપનીની બટાકા પકાવવાની પેટન્ટનો ઉપયોગ કરીને ખેડૂતોએ પોતાના ખેતરમાં બટાકા વાવ્યા હતા અને તેમાંથી નફો મેળવ્યો હતો. પેપ્સી-કો કંપની જે બટાકા ઉગાડે તે બટાકાની જાત જે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવી છે, તે ખેડૂતો પર દાવો કર્યો છે.

 આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ટ્વિટ કરીને રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. પેપ્સી-કો કંપની ખોટી રીતે કોર્ટમાં ગઈ હોવાનું અહેમદ પટેલે ટ્વિટમાં જણાવ્યું છે.

(9:30 pm IST)