Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

સુરતમાં પ્રદુષણ અટકાવવા ભારે વાહનોના પ્રવેશ પર મૂકાયો :સવારે 7થી રાતના 11 સુધી નો એન્ટ્રી

સ્કૂલ બસ, કેટલીક કંપનીઓની બસ, શાકભાજીના ટ્રક, દવા અને દૂધના ટેન્કર સહિતને છૂટ

સુરતમાં દિવસેને દિવસે તાપમાનમાં વધારો જોવા મળે છે શહેરમાં વધતા જતા વાહનોના કારણે વાતાવરણમાં પ્રદૂષણ અને રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યામાં  વધારો થયો છે. વાતાવરણમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટે અને રસ્તા પર થતા અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો કરવા માટે સુરત પોલીસ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

  સુરતમાં આજથી દિવસ દરમિયાન શહેરમાં પ્રવેશ કરતા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે વાહનો સવારના 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં. આ નિર્ણય સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

  આ પ્રતિબંધમાં કેટલાક વાહનોને છૂટછાટ આપવામાં આવી છે. જેમ કે, સ્કૂલ બસ, કેટલીક કંપનીઓની બસ, શાકભાજીના ટ્રક, દવા અને દૂધના ટેન્કર સહિત જીવન જરૂરીયાતવાળી વસ્તુઓ ભરેલા વાહનોને પ્રવેશ આપવામાં આવશે.

  સુરત પોલીસના નિર્ણયના કારણે 7500 કિલોગ્રામથી ઓછું વજન ધરવતા ખાલી વાહનોને શહેરમાં પ્રવેશ પર છૂટ આપવામાં આવી છે. જો વાહનનું વજન 7500 કિલોગ્રામથી વધારે હશે તો તે વાહનને પ્રવેશ આપવામાં આવશે નહીં.

(9:15 pm IST)