Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ધાનેરાના કોટડા ગામ નજીક પ્રવાહી ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતાં અફરાતફરી: કોઈ જાનહાની નથી

રસ્તો બનાવની કામ ચાલુ છતાં કોઈ વ્યસ્થા નહિ હોવાથી અકસ્માતનો ભય

ધાનેરાના કોટડા ગામ નજીક પ્રવાહી ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતાં અફરાતફરીમચી જવા પમી હતી જોકે સદ નસીબે જાનહાની સર્જઇ નથી પરંતુ ટેન્કરને ભારે નુકસાન થવા પામ્યું છે આ જગ્યા પર રોડનું કામ ચાલુ છે ત્યારે વાહનચાલકોને ભારે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે અગાઉ પણ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

   તંત્ર દ્વારા ધાનેરાથી નેનાવા સુધી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ જગ્યા પર કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકોને કોઈપણ પ્રકારની વ્યવસ્થા આપવામાં નથી આવતી કે નથી તો કોઇપણ પ્રકારની સુવિધા જાહેર રસ્તા પર એટલી બધી રેત ઉડી રહી છે કે જેના કારણે વાહનચાલકોને સામેથી આવતું સાધન પણ દેખાવામાં મુશ્કેલ બની ગયું છે અને રોડની બન્ને સાઈડ મોટી ખાઈ આવેલી છે. જો વાહન અંદર ખીણમાં પડે તો પણ અકસ્માત સર્જવાનો મોટો ભય છે

  થોડા દિવસ અગાઉ પણ એક ગાડીનો પણ આ જ રીતે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજ્યું હતું તો અન્ય લોકોને ગંભીર ઇજા પણ થવા પામી હતી એ વાતની તો હજુ શાહી પણ સુકાઈ નથી અને આજે ફરીથી આ જગ્યા પર એક પ્રવાહી ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ જતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોની ભારે ભીડ જોવા મળી હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાની તો નથી થઈ પરંતુ ટેન્કરને ભારે નુકસાન થવા પામી છે

(9:13 pm IST)