Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

મોડાસામાં ભીષણ ગરમીનો પ્રકોપ :વાંટડા ટોલપ્લાઝા પાસે બાઈક ભરેલ ટ્ર્ક- કન્ટેનરમાં આગ ભભૂકી :આઠ નવા બાઈક બળીને ખાખ

રાજસ્થાન તરફથી આવતા ટ્ર્કકન્ટેનર આગ ભભુકતા નવી નક્કોર બાઈક સળગી ગઈ :મોડાસા ફાયરબ્રિગેડ દોડ્યું

મોડાસા: ઉનાળાના અસહ્ય ગરમીનો પ્રકોપ વચ્ચે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા વાંટડા ટોલ પ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી ટ્રક-કન્ટેનર માં રહેલા ૮ નવા બાઈક આગમાં ખાખ થયા હતા. મોડાસા નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુ માં લીધી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ મોડાસાના વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી બાઈક ભરી શો-રૂમ પર પહોંચાડવા નીકળેલા ટ્રક-કન્ટેનરમાં આગ લાગતા ચાલકે સમય સુચકતા વાપરી ખાનગી હોટેલ નજીક ઉભી રાખી દીધો હતો. થોડી મિનિટોમાં ટ્રક-કન્ટેનરમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ટ્રક-કન્ટેનરમાં લાગેલ આગ થી ૮ નવી નક્કોર બાઈક ખાખ થઈ ગઈ હતી

 . મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં લેવામાં સફળતા મળતા ટ્રક-કન્ટેનરમાં રહેલી અન્ય વધુ બાઈકને આગ માં ખાખ થતી બચાવી લેવામાં સફળતા મળી હતી

(7:41 pm IST)