Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ઉનાળો શરૂ થતા જ ઉત્તર ભારતમાં શાકભાજીના ભાવમાં ઉછાળો

ગાંધીનગર: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉત્તર ગુજરાતના બજારોમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો હોવાથી કિંમતમાં અનેકગણો વધારો થતાં ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે. સામાન્ય રીતે રૃ.૪૦ પ્રતિકિલોના ભાવે વેચાતા લીંબુ, ગવાર, ચોરી, કોથમીર જેવા શાકભાજી હાલમાં રૃ.૧૦૦ થી ૧૬૦ પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે.લોકસભાની ચુંટણી સંપન્ન થતાં જ ઉત્તર ગુજરાતમાં શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ફુલવાર, કોબીજ, ટામેટા, ગવાર, બટાકા, મરચા જેવા શાકભાજીનું પ્રતિવર્ષ મબલખ પાકનું ઉત્પાદન  થાય છે. જેના કારણે આ પંથકમાં દરેક ગૃહિણીના રસોડામાં આવશ્યક એવી આ શાકભાજીના ભાવો સામાન્ય દિવસોમાં પ્રતિકિલો રૃ.૪૦ની આસપાસ રહેતા હોય છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસોથી ઉત્તર ગુજરાતમાં વિવિધ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે સામાન્ય દિવસોમાં રૃ.૪૦ના ભાવો મળતા ભીંડા પ્રતિ કિલો લેખે રૃ.૮૦ થી ૧૦૦, રૃ.૨૦ના ભાવે મળતી દૂધી અત્યારે પ્રતિકિલો રૃ.૫૦ થી ૮૦ના ભાવે, ટામેટા પ્રતિકોલ રૃ.૬૦ થી ૭૦ના ભાવે જ્યારે ફુલાવર રૃ.૫૦ થી ૮૦ના ભાવે બજારમાં વેચાણ થઈ રહ્યું છે.રાજસ્થાન તરફથી ફુંકાઈ રહેલા પવનને કારણે ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હિટવેવ જેવી પરિસ્થિતિનું સર્જન થાય તેવા વર્તારા છે. કાળઝાળ ગરમીની અસર શાકભાજીના ભાવો પર દેખાઈ રહી છે. શાકભાજી માર્કેટયાર્ડમાં વિવિધ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં એકાએક જ શાકભાજીના ભાવમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.

(5:00 pm IST)