Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ઉઠમણું પતાવીને ટ્રેકટરમાં ઘરે પરત જતા કઠલાલના લક્ષ્મણપુરાલાટ ગામના પરિવારને અક્સમાત નડ્યો: બે મહિલા સહિત નવ જણાને ઇજા

ઠાસરા: તાલુકાના ડાકોર નજીક આવેલ રામપુરા ગામમાં બેસણુ પતાવી પરત ફરી રહેલા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો હતો. ટ્રકે ટક્કર મારતાં સર્જાયેલા આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બે મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના ડાકોર નજીક આવેલ રામપુરા ગામમાં બેસણું પતાવી કઠલાલ તાલુકાના લ-મણપુરાલાટ ગામના ૧૧ વ્યક્તિઓ ટ્રેક્ટરમાં સવાર થઈ પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન ડાકોર-કપડવંજ રોડ પર આવેલ ડોન બોસ્કો હાઈસ્કૂલ નજીક માર્ગ પર પસાર થઈ રહેલ પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નં આરજે ૧૪ જીએચ ૯૦૭૮ના ચાલકે માર્ગ પર આગળ જતાં ટ્રેક્ટરને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર સોમાભાઈ રણછોડભાઈ વસાવા, લાલજીભાઈ નાનજીભાઈ વસાવા, ભાવિનભાઈ અરવિંદભાઈ રાઠોડ, સીતાબેન કાળુભાઈ રાઠોડ, દિનેશભાઈ બાબુભાઈ વસાવા, શંકરભાઈ રણછોડભાઈ વસાવા, રાવજીભાઈ શનાભાઈ રાઠોડ, રેવાબેન જશુભાઈ વસાવા તેમજ ટ્રેક્ટરના ચાલક રાજુભાઈ શનાભાઈ રાઠોડીયા ઈજાગ્રસ્ત બન્યાં હતાં. આ તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડાકોર સરકારી દવાખાનામાં ખસેડી સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે ટ્રેક્ટરના ચાલક રાજુભાઈ શનાભાઈ રાઠોડીયાની ફરિયાદને આધારે ડાકોર પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:59 pm IST)