Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

નેનપુરમાં રમાતા જુગારધામ પર પોલીસના દરોડો: 19 જુગારી પાસેથી 3.18 લાખનો માલસામાન જપ્ત

આનંદ: મહેમદાવાદ પોલીસે કેસર તેમજ નેનપુરમાં રમાતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ ૧૯ જુગારીઓ જુગાર રમતાં ઝડપાઈ ગયાં હતાં. જુગારીઓ પાસેથી પોલીસે રૂ.૩,૧૮,૭૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના કેસર ગામમાં દૂધની ડેરી પાછળ ઈન્દિરાનગરી વિસ્તારની ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર પોલીસે મળેલી ચોક્કસ માહિતીના આધારે ગતરોજ બપોરના સમયે દરોડો પાડ્યો હતો. જેથી પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક જુગારીઓ ભાગી છુટ્યાં હતાં. જો કે પોલીસે જુગાર રમી રહેલાં ૧૩ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યાં છે. જેમાં દિનેશભાઈ ઉર્ફે કોહયો જીભઈભાઈ બારૈયા (સિંહુજ), મજહરખાન ઉર્ફે રાજુ હુસૈનખાન પઠાણ(મહેમદાવાદ), આરીફભાઈ હબીબભાઈ વહોરા (મહેમદાવાદ), કિશનભાઈ સોમાભાઈ વેડવા (બોરસદ), ગોપાલભાઈ ઉર્ફે ગીગો કાભઈભાઈ તળપદા (કેસર), ઉમેદભાઈ ચતુરભાઈ તળપદા (કેસર), સીકંદરમીયાં ગુલુમીયાં મલેક (કેસર), જાવેદમીયાં ગુલામહુસેન મલેક (કેસર), વિકેશભાઈ ઉર્ફે વિકો મોહનભાઈ ચૌહાણ (સિંહુજ), બાબુભાઈ મંગળભાઈ તળપદા (કેસર), દિલિપભાઈ પુનમભાઈ દેવીપુજક (મહેમદાવાદ), અશરફખાન રસીદખાન પઠાણ (મહેમદાવાદ) અને સંજયભાઈ કાંતિભાઈ દેવીપુજક (કેસર)નો સમાવેશ થાય છે. પોલીસે આ જુગારીઓની અંગજડતીમાંથી રૂ.૧૬,૧૬૦ તેમજ દાવ પરથી રૂ.૫૭૦ મળી કુલ રૂ.૧૬,૭૩૦ રોકડ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતનું બોલેરો પીકઅપ ડાલુ નં જીજે ૦૭ વાયઝેડ ૬૭૪૨ સહિત કુલ રૂ.૩,૧૬,૭૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ પોલીસની ટીમ ગતરોજ બપોરના સમયે પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે મળેલી માહિતીના આધારે મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં આવેલ સીમ ઝારો વિસ્તારમાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે રૂ.૨૦૪૦ ના મુદ્દામાલ સાથે પત્તાપાનાનો જુગાર રમતાં ૬ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં વિનોદભાઈ ડાહ્યાભાઈ જાદવ, (નેનપુર), રાજેશભાઈ ઉર્ફે બોબો પુનમભાઈ જાદવ (નેનપુર), સુરેશભાઈ પુનમભાઈ જાદવ (નેનપુર), દિલિપભાઈ રણછોડભાઈ જાદવ (નેનપુર), શૈલેષભાઈ સોમાભાઈ બારૈયા (આંત્રોલી, તા.માતર) અને ભઈજીભાઈ બબાભાઈ જાદવ (નેનપુર)નો સમાવેશ થાય છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:59 pm IST)