Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

મુખ્યમંત્રી આવાસ યોજનાના માટે સુરતમાં રહીશોની પડાપડી: 3951 મકાનો માટે 21 હજાર અરજી....

સુરત:   મ્યુનિ. વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બન્યા ત્યારે આવાસ કરતાં અરજદારોની સંખ્યા ઓછી હતી. જ્યારે હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસની સંખ્યા કરતાં અનેક ગણા અરજદાર જોવા મળી રહ્યાં છે.હાલ સુરત મ્યુનિ. વિસ્તારમાં 3951 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવાયા છે જેમાં 21 હજાર માન્ય અરજી આવી છે હજી પણ 7 હજાર અરજીના ઘટતા પુરાવાની સ્ક્ટીની ચાલી રહી છે તેથી અરજદારોની સંખ્યામાં વધારો થશે.સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 3951 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બની રહ્યાં છે તેના માટે 21 હજાર અરજી આવી હતી. આ અરજીમાંતી 14 હજાર અરજી એવી છે જે આવાસ માટેના ક્રાઈટેરિયામાં આવે છે તેથી મંજુર કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી 7 હજાર અરજીના પુરાવા અપુરતા છે તે પુરાવાને ફરી ચકાસણી કરવા માટેની કામગીરી ચાલી રહી છે જેમાં પુરાવા આવશે તો એમાંથી પણ અનેક અરજી માન્ય ગણાશે. જેના કારણે હાલ 3951 આવાસ છે તેની સામે 21 હજાર અરજી તો હાલ જ થઈ ગઈ છે અને પુરાવાની ચકાસણી થશે તે અરજી પણ વધશે. પહેલા આવાસ કરતાં અરજી ઓછી હોવાથી આવાસ સરળતાથી લાભાર્થીઓને મળી રહેતા હતા હવે અનેક ગણા અરજદારો હોવાથી લાભાર્થી બનવા માટે ડ્રો કરવો પડી રહ્યો છે. ચુંટણીની આચાર સંહિતા પુરી થયાં બાદ પ્રધાન મત્રી આવાસ યોજના માટે ડ્રો કરવામાં આવશે. પહેલા લોકો સરકારી આવાસ પર વિશ્વાસ કરતાં ન હતા પરંતુ હાલમાં આવાસની ગુણવત્તા સાથે લોનની પ્રક્રિયા પણ સરળ બનતાં લોકો સરકારી આવાસ લેવા માટે કોઈ નાનમ અનુભવતા નથી. જેના કારણે હવે સરકારી આવાસ લિફ્ટવાળા અને મેદાનવાળા હોવાથી આવાસ કરતાં અરજદારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

(4:57 pm IST)