Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ઉધના સીટીઝન કો.ઓ.બેંકના માજી ચેરમેન સેતુ માધવનને ૧.૫૦ કરોડના ચેક રીટર્ન કેસમાં 6 માસની સજા

સુરત: ઉધના સીટીઝન કો.ઓ.બેંકની ૧.૮૪ કરોડની બાકી લોનના પાર્ટ પેમેન્ટ પેટે આપેલા ૧.૫૦ કરોડના ચેક રીટર્ન કેસમાં ફરિયાદી બેંકના માજી ચેરમેન સેતુ માધવનને આજે છઠ્ઠા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એસ. એમ. કાનાબારે ગુનામાં દોષી ઠેરવી ૬ માસની કેદ તથા રૂ.૭૫ લાખના દંડનો હુકમ કર્યો હતો.ઉધના ઉધોગનગર સ્થિત ધી ઉધના સીટીઝન કો.ઓ. બેંક લિ.ના ચેરમેન એમ.સેતુ માધવને પોતાના સબંધી રૂબીઝના સંચાલક કે.એમ.મોહનન (રે.ઐયપ્પા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ભેદવાડ)ને કેશ ક્રેડીટ લોન આપી હતી. જે લોનની જવાબદાર આરોપી ચેરમેને સ્વીકાર્યા બાદ ફરીયાદી બેંકની બાકી નીકળતી રૂ.૧.૮૪ કરોડની લોનના પાર્ટ પેમેન્ટ પેટે રૂ.૨૫ લાખના એક એવા ૬ ચેક વર્ષ-૨૦૧૧માં આપવામાં આવ્યા હતા. જે ચેક અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા ફરિયાદી બેંક તરફે નોટીસનો અમલ ન કરતા ચેક રીટર્નની બે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.જે ચેકમાં કે.એમ.મોહનનની સહી ન હોવાથી કોર્ટે એમ.સેતુ માધવન વિરુધ્ધ કેસ કાર્યવાહી ચલાવવા હુકમ કર્યો હતો. જે દરમિયાન ફરિયાદી બેંક ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેંકમાં મર્જ થતાં ઓફિસર જયેશ સાંકળીયા મારફતે કેસ કાર્યવાહી આગળ ચલાવવામાં આવી હતી. આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદી બેંક તરફે એડવોકેટ કીરીટ પાનવાલા તથા ધર્મેશ ગાંધીએ જણાવ્યું હતુ કે ત્રાહિત વ્યક્તિની જવાબદારી પેટે આપેલા ચેક રીટર્ન થયો હોઈ ચેક રીટર્નની ફરિયાદ ચાલી શકે છે. જેને કોર્ટે  માન્ય રાખી આરોપી સેતુ માધવનને ગુનામાં દોષી ઠેરવ્યો હતો.

(4:56 pm IST)