Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

વસો પોલીસે દેશી દારૂની હેરાફેરી કરતા બેને દબોચ્યા: એક ફરાર

આણંદ: વસો પોલીસને દારૂની હેરાફેરી થતી હોવાની મળેલી માહિતીના આધારે નેશનલ હાઈવે નં ૮ જલારામ રાઈસ મિલ આગળ વોચમાં ગોઠવાઈ હતી. તે દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલી સીએનજી રીક્ષા નં જીજે ૦૭ એટી ૨૩૩૫ ને પોલીસે અટકાવી હતી. અને રીક્ષાની તપાસ હાથ ધરી હતી. પોલીસને આ રીક્ષામાંથી પાંચ મિણીયાના બાચકાં મળી આવ્યાં હતાં. તે ખોલીને જોતાં તેમાં કુલ ૩૨ મોટી પ્લાસ્ટીકની કોથળીઓમાં ૩-૩ લિટરનો દેશી દારૂ કિંમત રૂ.૧૯૨૦ નો મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષામાં સવાર રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ ઈશ્વરભાઈ ઠાકોર (રહે.સિવિલ રોડ,નડિયાદ) અને મહેન્દ્રભાઈ ચીમનભાઈ તળપદા (રહે.મોટીકેનાલ, નડિયાદ)ની ધરપકડ કરી હતી. જ્યારે રીક્ષામાં સવાર અન્ય એક પોપટભાઈ સુરેશભાઈ તળપદા (રહે.સિવિલ રોડ, નડિયાદ) નામનો ઈસમ ભાગી છુટ્યો હતો. પોલીસે આ ઈસમો પાસેથી રૂ.૧૯૨૦ કિંમતનો દેશી દારૂ, રૂ.૧૦૦૦ કિંમતના બે મોબાઈલ ફોન તેમજ રૂ.૫૦,૦૦૦ કિંમતની રીક્ષા મળી કુલ રૂ.૫૨,૯૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમો વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:55 pm IST)