Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતી મેચ પર સટ્ટો રમતા વડોદરાના સલાટવાડામાંથી બે ઝડપાયા

વડોદરા: શહેરમાં આઇપીએલની મેચો પર ક્રિકેટના ધૂમ સટ્ટો રમાઇ રહ્યો છે.અગાઉ અલકાપુરીની કેફે સ્ટોક એક્સચેન્જમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે સહિત 19 જણા સામે સટ્ટાનો કેસ થયો હતો.ત્યારબાદ ફતેગંજના સેવનસિઝ મોલ પાસેના કેફેમાંથી સટ્ટો પકડાયો હતો.ગઇ રાતે પોલીસે સલાટવાડાના  પ્રોવિઝન સ્ટોરમાંથી આઇપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારી સહિત બે જણાને ઝડપી પાડયા હતા.સલાટવાડાના ચિરાગ પ્રોવિઝન સ્ટોરમાં ગઇરાતે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતી મેચ પર સટ્ટો રમાઇ રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો.પોલીસે વેપારી ચિરાગ પ્રહલાદભાઇ શર્મા રહે.મામાની પોળ,સલાટવાડારોડ અને અબ્દુલ રજાક અબ્દુલ લતિફ શેખ રહે.મચ્છીપીઠ, મુસાફરખાના પાસેની ધરપકડ કરી રોકડા રૃા.૭૦૭૦, બે મોબાઇલ અને બે સ્કૂટર અને એલઇડી સહિત કુલ રૃા.૮૭ હજારની મત્તા કબજે  કરી હતી.પોલીસે ભૂરિયા નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

(4:54 pm IST)