Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અરે વાહ....એમ.એસ. યુનિવર્સીટીના હોસ્ટેલના તમામ વિધાર્થીઓને મળશે હેલ્થ કાર્ડ...

વડોદરા:  એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓને હેલ્થ કાર્ડ આપવાનુ સત્તાધીશોએ નક્કી કર્યુ છે.આમ તો વિદ્યાર્થીઓને વીના મુલ્યે સારવાર મળી રહે તે માટે યુનિવર્સિટીમાં હેલ્થ સેન્ટર ચાલે છે પણ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હેલ્થ કાર્ડ આપવામાં આવશે.આ હેલ્થ કાર્ડના ભાગરુપે હોસ્ટેલમાં રહેતા દરેક વિદ્યાર્થીનુ વર્ષમાં બે વખત ચેક અપ કરવામાં આવશે.દરેક વિદ્યાર્થીનો હેલ્થ રેકોર્ડ પણ રાખવામાં આવશે.ચીફ વોર્ડનનુ કહેવુ છે કે, જરુર પડે તો વિદ્યાર્થીના માતા પિતાને બોલાવીને તેમનુ પણ કાઉન્સિલિંગ કરવામાં આવશે.વિદ્યાર્થી જ્યારે હોસ્ટેલ છોડશે ત્યારે તેની પાસેથી હેલ્થ કાર્ડ પાછુ લઈ લેવામાં આવશે.

(4:53 pm IST)