Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

વડોદરાની યુવતી પર એસિડ ફેંકવાની ધમકીનો પડઘોઃ જુબેર પઠાણ અને ૮ વિદ્યાર્થીઓની ધરપકડ

એમ.એસ. યુનિવર્સિટીમાં રેગીંગના મામલે વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે વિવાદ વકર્યો હતોઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા તાકીદની કાર્યવાહીઃ સીપીના આદેશના પગલે-પગલે વડોદરાના પીઆઈ સોલંકી ટીમે મોટી ઘટના બનતી અટકાવી દીધી

રાજકોટ, તા. ૨૭ :. વડોદરાની સુપ્રસિદ્ધ એમ.એસ. યુનિવર્સિટીમાં કહેવાતા રેગીંગ મામલે આવેદનપત્ર આપવાની બાબતે થયેલ વિવાદમાં વી.પી. સલોની નામની યુવતીને જુબેર પઠાણ સહિત અન્ય શખ્સોએ એસિડ એટેક કરવાની ધમકી આપવાના ચકચારી મામલામાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે તાકીદે પગલા લઈ જુબેર પઠાણ સહિત ૮ શખ્સોની ધરપકડ કરાવ્યાનું બહાર આવ્યુ છે.

ઉકત બાબતે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક સાધતા તેઓએ આ બાબતને પુષ્ટી આપી ૮ શખ્સોની ધરપકડ પોતાની પાસે સંબંધક યુવતી દ્વારા થયેલી રજુઆતના આધારે કરવામાં આવી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

વડોદરામાં ચકચારી બનેલ આ ઘટનામાં મામલો દિવસેને દિવસે વકરતો જતો હોય અને કોઈ ગંભીર ઘટના ન બને તે માટે પોલીસ કમિશ્નરના આદેશ અનુસાર વડોદરાના પોલીસ ઈન્સ્પેકટર સોલંકી ટીમે તાકીદે કાર્યવાહી કરી હતી

(3:45 pm IST)