Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

વડોદરા પંથકમાં હથિયારો સાથે ૨ શંકાસ્પદ ઝળકયા

પોલીસ એલર્ટ ઉપર : શકમંદોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરૂ

વડોદરા પંથકના નેશનલ હાઈવે -૮ નજીક હથિયારો સાથે બે શંકાસ્પદ વ્યકિતઓ દેખાતા પોલીસને એલર્ટ કરી દેવામાં આવ્યાનું ખાનગી ટીવી ચેનલ જણાવે છે મકરપુરા ખાતેના એરફોર્સ મથક નજીક હાઈવે ઉપર આ શંકાસ્પદો દેખાયા હતા : અહિં મિસાઈલો અંગેની મહત્વની કામગીરી થાય છે : લશ્કરના જવાનોના રહેઠાણના મકાનો પણ અહિં આવ્યા છે : પોલીસે આ શકમંદોને શોધી કાઢવા સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે

(3:44 pm IST)