Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

પ્રવેશ પરીક્ષાનું ડીંડક બંધ : વિજ્ઞાન પ્રવાહમાં અનુસ્નાતક કક્ષાએ મેરીટ જ પ્રવેશ દ્વાર બનશે

કેમેસ્ટ્રી, બાયોલોજી, ફીઝીકસ, બાયો સાયન્સ, નેનો સાયન્સ, બોટની સહિતના કોર્ષમાં પ્રવેશ પરીક્ષા બંધ * ૫ જૂન સુધીમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરાશે

રાજકોટ, તા. ૨૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા છેલ્લા ૪ વર્ષથી અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો. જેમાં લાગવગીયા છાત્રો ફાવી જતાં હોવાની બુમ ઉઠી હતી. પરંતુ આગામી વર્ષથી પ્રવેશ પરીક્ષાનું ડિંડક બંધ કરવામાં આવ્યુ છે.  જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં સાયન્સ ફેકલ્ટીની અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં એમએસસી હેઠળ કોઈપણ વિદ્યાર્થીને જો પ્રવેશ મળશે તો તે માત્ર ને માત્ર મેરીટને આધારે જ મળશે. પ્રવેશ પરીક્ષા બંધ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે.

આગામી શૈક્ષણિક વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રવાહ વિદ્યાશાખા હેઠળ કેમેસ્ટ્રી, બાયો સાયન્સ, બાયોલોજી, ફિઝીકસ, નેનો સાયન્સ, બોટની સહિતના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના કે અન્ય પરીક્ષાના મેરીટના આધારે એક સામાન્ય મેરીટ તૈયાર થશે અને તેના આધારે પ્રવેશ આપવામાં આવશે.

(3:43 pm IST)