Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

રામોજી ફિલ્મસીટી ખાતે ૪૬ દિવસના હોલીડે કાર્નિવલનો પ્રારંભ : ૯ જૂન સુધી ચાલુ

અમદાવાદ : રામોજી ફિલ્મ સીટી દ્વારા પરીવારના મનોરંજન માટે ૨૫ એપ્રિલથી ૯ જૂન સુધી હોલીડે કાર્નિવલ રજૂ કર્યો છે. જેમાં રજાઓની મજા માણવાના વિવિધ આકર્ષક વિકલ્પો આવરી લેવાયા છે. રજાઓની મોસમ દરમિયાન યોજાનારા આ કાર્નિવલમાં લાઈવ સેલીબ્રેશન, પ્રોત્સાહક આકર્ષણો તથા સિનેમાની ભવ્યતાનો સમન્વય જોવા મળશે.

અકલ્પનીય વિશ્વનો માહિતીસભર પ્રવાસ અનોખા આકર્ષણો, ઈન્ટર એકટીવ મનોરંજન તથા થીમ આધારીત પરીસર આજીવન યાદગાર બની જશે. લાઈવ શો, પર્ફોર્મન્સીસ, સ્ટન્ટ શોઝ, રોમાંચક રાઈડ્સ ગેમ્સ તથા એડવેન્ચર તમને નવી અનુભૂતિ કરાવશે. બટરફલાય પાર્ક, બોન્સાઈ ગાર્ડન તથા બર્ડ પાર્ક જેવા કુદરતી આકર્ષણોની મુલાકાત આકર્ષણ જમાવશે.

(3:36 pm IST)