Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે કાલે કેનેડામાં સાંસ્કૃતિક અને એવોર્ડ સમારંભ

(કેતન ખત્રી) અમદાવાદ : આગામી ગુજરાત સ્થાપના દિન પ્રસંગે કેનેડા સ્થિત નોન-પ્રોફીટ સંસ્થા એફઓજી કેનેડા એ ઓન્ટારીયોમાં બ્રેમ્પટન ખાતે આવેલી ચીંગુકૌશી સેકન્ડરી સ્કૂલમાં ચોથા વાર્ષિક ''કલર્સ ઓફ ગુજરાત'' કાર્યક્રમનું તા.૨૮ રવિવારના રોજ આયોજન કર્યું છે.

એફઓજી કેનેડા ના પ્રેસિડેન્ટ શ્રી અખિલ શાહે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સ્થાનિક યુવાનો અને ઉગતા કલાકારો દ્વારા ગુજરાતી સુગમ સંગીત અને લોકનૃત્યના કાર્યક્રમો રજૂ કરશે. આ ઉપરાંત આ સમારંભમાં દેશ અને દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરીને ગૌરવ અપાવનારા કેનેડાના પ્રસિધ્ધ ગુજરાતીઓનું એફઓજી બહુમાન કરશે.

(3:05 pm IST)