Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અરવલ્લી સેવા સદન નજીક કારમાં સવાર અસામાજિક તત્વોનો આતંક : ટ્રકમાં તોડફોડ ટ્રક ચાલકને માર માર્યો

ગાજણ ટોલપ્લાઝા નજીક ટ્રકને અટકાવી ટ્રક ચાલક પર તૂટી પડ્યા

અરવલ્લી જિલ્લામાં  ખાખી વર્દીનો કોઈ ખોફ ના હોય તેમ આતંક મચાવતા હોવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો અરવલ્લી જિલ્લામાં થઈ રહ્યો છે. મોડાસા-શામળાજી રોડ પર આવેલા જિલ્લા સેવા સદન નજીક અગમ્ય કારણોસર 5 શખ્સો કારમાં ધસી આવી રોડ પરથી પસાર થતી ટ્રકમાં તોડફોડ કરતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો  ગાજણ ટોલટેક્સ નજીક ટ્રકને ફરીથી આંતરી ટ્રક-ચાલકને માર મારી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી.

 શામળાજી-ગોધરા રાજ્ય ધોરીમાર્ગ-૨૭ સતત ટ્રક-ટ્રેલર, કન્ટેનર અને વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે બપોરના સુમારે મોડાસા જિલ્લા સેવા સદન નજીકથી પસાર થતા ટ્રક પર કાર માં ધસી આવેલા 5 શખ્સોએ લાકડીઓ વડે તોડફોડ કરી ભય નો માહોલ સર્જ્યો હતો

  . રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અસામાજિક તત્વોના ખોફ થી ડઘાઈ ગયા હતા. ટ્રક ચાલકે બચવા માટે ટ્રક હંકારી મુકતા આ તમામ શખ્સોએ ટ્રકનો પીછો કરી ગાજણ ટોલપ્લાઝા નજીક ટ્રકને અટકાવી ટ્રક ચાલક પર તૂટી પડતા આજુબાજુ માંથી પસાર થતા વાહનચાલકો અને હોટલવાળા અને હાઈવેની બાજુમાં આવેલી કેબીન ધારકો ટ્રક ચાલક ની મદદે દોડી આવતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. લોકોના ટોળેટોળા ઉમટતા કારમાં ધસી આવેલા માથાભારે શખ્સો નાસી છૂટ્યા હતા.

(12:36 pm IST)