Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

શામળાજી:આરટીઓ ચેકપોસ્ટ નજીક બિનવારસી ટ્રક માંથી ૧૫.૬૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ટ્રક-કન્ટેનર ચાલક રોડ નજીક મૂકી ફરાર થતા પોલીસ તંત્રને "બગાસું ખાતા પતાસું" મળ્યું

શામળાજી પોલીસે આરટીઓ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરાતા વિદેશી દારૂ ઝડપવામાં સફળતા મળી હતી. શામળાજી પોલીસની નાકાબંધી જોઈ વેણપુર ગામ નજીક ટ્રક-કન્ટેનર ચાલક રોડ નજીક મૂકી ફરાર થઈ જતા પોલીસ તંત્રને "બગાસું ખાતા પતાસું" મળ્યું હોય તેમ ટ્રક-કન્ટેનર માંથી ૧૫.૬૬ લાખનો વિદેશી દારૂ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

  આ અંગેની વિગત મુજબ શામળાજી પોલીસે વેણપુર ગામ નજીક અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર વાહનોનું સઘન ચેકીંગ જોઈ રોડ નજીક ટ્રક-કન્ટેનર ચાલક મૂકી ફરાર થતા પોલીસે બિનવારસી ટ્રક-કન્ટેનર ( ગાડી.નં.HR 55 S 3154 ) માં થર્મોકોલના બોક્સ ભરેલા હટાવતા તેની આડ સંતાડેલો વિદેશી દારૂની પેટી-૪૩૫ બોટલ નંગ-૫૫૨૦ કીં.રૂ.૧૫૬૬૦૦૦ નો જથ્થો જપ્ત કરી ટ્રક-કન્ટેનર ની કીં.રૂ.૧૦૦૦૦૦૦  મળી કુલ રૂ.૨૫૬૬૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક-કન્ટેનર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(12:26 pm IST)