Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

નર્મદામાં ૪પ એકરમાં સફારી પાર્ક બનાવાશે : અનેક આકર્ષણો ઉમેરાશે

નર્મદા, તા. ર૭ : સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. તંત્ર દ્વારા પણ વધુમાં વધુ પ્રવાસીઓ આકર્ષાય જે માટે અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સ્ટેમ્ચ્યુ ઓફ યુનિટની સાથે હવે નર્મદામાં આવતા પ્રવાસીઓને અનેક પ્રકારના પ્રાણીઓ પણ જોવા મળશે. સરકારે નર્મદામાં ૪પ એકર જમીનમાં સફારી પાર્ક બનાવવાનું કામ શરૂ કર્યું છે. સરકાર દ્વારા નર્મદા જિલ્લાના અન્ય એક પ્રવાસન સ્થળ ઝરવાણી વોટર ફોલ ખાતે એડેવેન્ચર સ્પોર્ટસ એકિટવિટી શરૂ કરવાનું આયોજન કરાયું છે.

નર્મદા જિલ્લાના પ્રવાસનને વેગ આપવા હવે વન વિભાગ એક નવું આકર્ષણ ઉભું કરવા  જઇ રહ્યું છે. જેમાં પ્રવાસીઓને આખો દિવસ ઝરવાણી ધોધમાં મોજ આવે એવા આકર્ષણો મૂકાશે જેમાં ખાસ કરીને પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ, સ્વદેશી બનાવટોથી લઇ સ્પા. પેરાગ્લાઇડીંગ, બન્જી જંપિંગ, રોક કલાઇમ્બિંગ, હાઇ જમ્પ, ઝીપ લાઇન સહિતના આકર્ષણો ઉભા કરાશે. આ સુવિધા આગામી ૧પમી જૂન ખાતેથી શરૂ થાય તેવી શકયતાઓ છે.

(11:36 am IST)