Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ

બે ઝરવાણી ધોધને પ્રવાસન સ્થળ બનાવાશે

નર્મદાઃ તા.૨૭: સરદાર સરોવર ડેમ નજીક કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે આસપાસમાં આવેલાં પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. કેવડિયા બાદ હવે ઝરવાણી ધોધ ખાતે પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો ઊભા કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા હવે વન વિભાગ દ્વારા એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવી રહ્યું છે. કેવડિયાથી નજીકમાં ઝરવાણી ધોધ આવેલો છે, ત્યાં સહેલાણીઓની સતત અવરજવર રહેતી હોય છે. કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેવામાં ઝરવાણી ધોધને પણ હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. અહીં ખાસ કરીને મુખ્ય રસ્તા, ચેકડેમો, ફુડ કોર્ટ, સ્વદેશી બનાવટની વસ્તુઓના સ્ટોલ, સ્પા, પેરા ગ્લાઇડિંગ, બનજી જમ્પિંગ, રોક કલાઇમ્બિગ, હાઇજંપ, ઝીપ લાઇન સહિતનાં આકર્ષણો ઊભા કરાશે જે આગામી ૧પ જૂન પહેલાં પ્રવાસીઓને તમામ સવલતો પૂરી પાડી દેવાનું આયોજન કરાયું છે.

(11:36 am IST)