Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

કિશોર ભજિયાવાળાની જપ્ત મિલકતોની ઓનલાઇન હરાજી :1,85 કરોડની રિકવરી:છ લોટની પ્રોસેસ બાકી

જપ્ત કરાયેલું કુલ 71 કિંમતી ચીજવસ્તુઓની ઓનલાઇન હરાજી કરાઈ

સુરત નોટબંધી બાદ આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના સાણસામાં આવેલાં કિશોર ભજીયાવાલાની જપ્ત કરાયેલી મિલકતોની ઓનલાઇન હરાજી ટેકનિકલ ખામી વચ્ચે  પૂર્ણ થઈ હતી.

   સુરત નોટબંધીના ગાળામાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગને મળેલી બાતમી બાદ ઉધનાની પિપલ્સ બેન્કમાં પણ તપાસ કરવામાં આવી હતી અને ભજીયાવાલાના બેનામી લોકર શોધી કાઢવામાં આવ્યા હતા. તપાસ બાદ અધિકારીઓએ સોના- ચાંદીના દાગીના, ચાંદીના વાસણ, ડાયમંડ, ઘડિયાળ વગેરે જપ્ત કરી હતી.જપ્ત કરાયેલું કુલ 71 કિંમતી ચીજવસ્તુઓની ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી.જેમાં અધિકારીઓને રૂપિયા 1.85 કરોડની રિકવરી થઈ હતી. હજી છ લોટ હરાજી બાકી હોય આવનારા સમયમાં ફરી હરાજીની પ્રોસેસ કરવામાં આવે એવી સંભાવના છે.

(11:36 am IST)