Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પેપર લીક થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી

કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાના અહેવાલ બોર્ડના ચેરમેન ફગાવ્યા

૮૦૦ જગ્યાએ પરીક્ષા હતી, પેપર ક્યાંથી વાયરલ થયું તે ચેક કરવામાં આવશે

ગાંધીનગર,તા.૨૭,  ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો હતો. ઘટના એવી છે કે પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા D સેટનું પેપર થયું વાયરલ થયું હતું. આથી પ્રશ્નો ઉઠ્યા હતા કે આ પેપર કોણે અને કેવી રીતે તેમજ ક્યાંથી વાયરલ થયું છે. જો કે યુવરાજસિંહે પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી કરી નથી જોકે પેપર લીક થયું હોવાના અહેવાલ બોર્ડના ચેરમેન એ.જે. શાહે નકાર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે પેપર ફૂટ્યું નથી, જોકે વાયરલ થયેલા પેર અંગે સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે વાયરલ થયેલા પેપરમાં ૧૨થી ૧૫ સવાલ સરખા છે.. ચેરમેન એ.જે.શાહે જણાવ્યું હતું કે, પેપર ફૂટ્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે, ૮૦૦ જગ્યાએ પરીક્ષા હતી. પેપર ક્યાંથી વાયરલ થયું તે ચેક કરવામાં આવશે. સાયબર ક્રાઈમને સમગ્ર મામલે જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરીક્ષા ૬-૧૫એ પૂર્ણ થઈ ગઈ છે જેથી આ બાબતની જાણ થશે.

 

(1:22 am IST)