Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સુરત પંથકનો વિદ્યાર્થી બન્યો અશ્લીલ વીડિયો કોલ ગેંગનો શિકાર: આબરૂ જવાની બીકે અગાસી પરથી મોતની છલાંગ લગાવેલ

રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી આપી નાણાની માંગ કરેલ

સુરત:કતારગામમાં વિદ્યાર્થીના આપઘાત મામલે સુરત ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો ભેદ.ઓનલાઇન અશ્લિલ વીડિયો મારફતે વિદ્યાર્થીને કરાતો હતો બ્લેકમેલ.ઘનમોરા પાસે રહેતા ૧૭ વર્ષીય વિદ્યાર્થી ધો-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતો'તો. ૧લી માર્ચે એપાર્ટમેન્ટના ધાબા પરથી છલાંગ મારી દીધી હતી.

 

બ્લેકમેલ કરતી ગેંગના શખ્સો વિદ્યાર્થી પાસે રૂપિયા માગતા હતા. ક્રાઇમબ્રાંચે ઝારખંડના જામતારાથી એક શખ્સની અટકાયત કરી છે.  વિદ્યાર્થીનો મહિલા સાથેનો અશ્લિલ વીડિયો બનાવી રૂપિયા માગતા હતા. વાયરલ વીડિયોથી બદનામીના ડરથી વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું છે. ટુકડે ટુકડે ૯૬૦૦ રૂપિયા પડાવી લીધેલ. વિદ્યાર્થીને ૪ ફોન નંબરો પરથી સતત કોલ આવ્યા'તા.

(9:45 pm IST)