Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

મધ્યપ્રદેશના બે કેરિયરો કારમાં દારૂના જથ્થાની ડિલિવરી આપતા સમયે પોલીસ ત્રાટકી:ત્રણની ધરપકડ:એક વોન્ટેડ

વડોદરા:શહેરની પીસીબી પોલીસની ટીમ બિલ કેનાલ રોડ ખાતેના પરમ ઓરબિટમાં બોજ ગોઠવી મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો કારમાં આપવા આવેલ બે કેરીયરો સહિત વડોદરાના બુટલેગરને રૂ.3,46,192ની કિંમતની દારૂ બિયરની 338 નંગ બોટલો સાથે ઝડપી પાડી 5.58 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતોપીસીબી પોલીસ ટીમના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, અટલાદરા પાણીની ટાંકી પાસેન માધવ નગરમાં રહેતો અજય ગાયકવાડ મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી બિલ કેનાલ રોડ ઉપર પરમ ઓરબીટ ખાતેના પોતાના ભાડાવાળા મકાનમાં રાખી વેચાણ કરે છે. અને વિશાલ રાજેશ ડામોર તથા રિતેશ બાબુ ડામોર (બંને રહે -મધ્યપ્રદેશ )કારમાં દારૂનો જથ્થો ડિલિવરી આપવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ઉપરોક્ત ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી ભરી આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. 

(7:04 pm IST)