Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કોરોના કાળ બાદ બાળલગ્નોમાં ઉત્તરોત્તર વધારોઃ પરપ્રાંતિય બાળાઓનું ગુજરાત, રાજસ્‍થાનના ગામડાઓમાં લગ્નના બહાને વેંચાણ

2019થી 2021 દરમિયાન બાળલગ્ન કેસમાં 186 લોકોની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતીઓનો વિશ્વભરમાં ડંકો વાગે છે. ગુજરાતીઓની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે. બિઝનેસ કરવામાં ગુજરાતીઓ અવ્વલ છે. ત્યારે ભણેલાગણેલા ગુજરાતી સમાજમાં કેટલાક દૂષણોમાં પણ વ્યાપેલા છે, જેમાંથી એક છે બાળ લગ્ન. કોઈ વિચારી પણ ન શકે ગુજરાતમા બાળલગ્નોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન બાળલગ્નના 47 જેટલા કેસ નોંધાયા છે.

2021 ના આંકડા અનુસાર, 273 બાળલગ્નોની ફરિયાદ સાથે કર્ણાટક રાજ્ય મોખરે છે. તો ઝારખંડમાં 169 કેસ, આસામમાં 155 કેસ, પશ્વિમ બંગાળમાં 105 કેસ નોંધાયા છે. વર્ષ 2021 ના આંકડા અનુસાર, ગુજરાતમાં 3 વર્ષ દરમિયાન બાળલગ્નના 47 કેસ નોંધાયા છે.

જોકે, ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન બાળલગ્નના કેસમાં વધારો થયો છે. વર્ષ 2019 માં બાળલગ્નની ગુજરાતમાં માત્ર 20 ફરિયાદ નોઁધાઈ હતી. જેમાં 83 લોકોની ધરપકડ કરાઈ હતી તો 2020 ના વર્ષમાં 15 ફરિયાદ નોઁધાઈ અને 66 લોકોની ધરપકડ કરવામા આવી. પરંતું 2021 માં બાળલગ્નની 12 ફરિયાદમાં 37 લોકોની ધરપકડ થઈ. આમ, ત્રણ વર્ષમાં બાળલગ્ન કેસમાં 186 લોકોની ધરપકડ કરાઈ.

તો બીજી તરફ, ગુજરાતમાં બાળલગ્ન માટે બહારથી બાળાઓ લાવવાનું ષડયંત્ર પણ સામે આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મુંબઇ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોની ગરીબ છોકરી (બાળા)ઓને ગુજરાત અને રાજસ્થાનના ગામડામાં લગ્ન કરવા માટે વેચી દેવામાં આવે છે,

આ મહિનામાં વિધાન પરિષદના સભ્ય મહાદેવ જાનકર દ્વારા વિધાન પરિષદના સભાગૃહમાં ઉઠાવવામાં આવેલા બાળકી અને મહિલાઓની તસ્કરી અંગેના પ્રશ્નનો લેખિતમાં જવાબ ફડણવીસે જણાવ્યું હતું. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને (બાળવધૂ) લગ્ન પુખ્ત વયના  પુરુષ સાથે કરાવવામાં આવે છે. જે ભારતમાં આ પ્રથા અપરાધ ગણાય છે. અને તેની સામે સખત કાર્યવાહી કરાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બહાને  મહિલા અને બાળવધૂઓનું કથિત અપહરણ કરવા માટે ૨૪ જેટલા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૧માં ૪૪૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યની ગરીબ મહિલાઓ અને બાળવધુઓને રાજસ્થાન અને ગુજરાતમાં વેચવામાં આવી હતી.

(5:59 pm IST)