Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કોંગી ધારાસભ્‍યો બાકીના દિવસો માટે પણ સસ્‍પેન્‍ડ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭ :..  આજે વિધાનસભા સત્રમાં રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવાના પગલાનાં વિરોધમાં કોંગી ધારાસભ્‍યોએ સુત્રોચ્‍ચાર કરી હોબાળો મચાવતા પહેલા આજના દિવસ માટે અને પછી સત્રાંત (બાકીના ૩ દિવસો) સુધી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. પ્રશ્નોતરી કાળ બાદ આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલએ કોંગી સભ્‍યોને સત્રાંત સુધી સસ્‍પેન્‍ડ કરવા દરખાસ્‍ત કરતા મંત્રી રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે તેને સમર્થન આપેલ. તેને વિપક્ષની ગેરહાજરીમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતી

(4:10 pm IST)