Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજસ્થાનમાં રાઇટ ટુ હેલ્થ બિલના વિરોધમાં ત્પ્ખ્ ગુજરાતના તબીબોએ મનાવ્યો બ્લેક ડે

બિલમાં રહેલી વિસંગતતા દૂર કરવા પ્રચંડ માંગ : રાજકોટ સહિત ગુજરાતના ૩૬૦૦૦ તબીબોના સંગઠન ત્પ્ખ્ દ્વારા વિરોધ

રાજકોટ તા. ૨૭ : રાજસ્થાનમાં રાઇટ ટુ હેલ્થ બિલ સામે તબીબી આલમમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ બિલ સામે દેશના મોટા તબીબી સંગઠન ઇન્ડિયન મેડિકલ એસોસીએશને વિરોધ પ્રદર્શન શરૃ કર્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાત આઇએમએ પણ જોડાયું છે.

રાજસ્થાનમાં રાઇટ ટુ હેલ્થ બિલ મંજુર કરવામાં આવ્યું છે. તેમાં અનેક વિસંગતતાઓ અને અનિશ્ચિતતાઓ જોવા મળી છે. બિલનું અમલીકરણ શકય ન હોય તબીબોએ વિરોધ કર્યો છે. આઇએમએના એલાન મુજબ ગુજરાત આઇએમએના ૩૬ હજારથી વધુ તબીબોએ બ્લેક ડે મનાવી રોષ વ્યકત કર્યો છે. તમામ તબીબો આજે રાબેતા મુજબ ફરજ બજાવશે પરંતુ બ્લેક રીબીન પહેરશે.

(12:21 pm IST)