Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વાવાઝોડાથી નુકશાની સંદર્ભે કેન્દ્રએ ૧૦૦૦ કરોડ ફાળવ્યાઃ અતિવૃષ્ટિની સહાય મળવાની આશા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭ :.. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી ફાળવેલ રકમ અંગે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના એક લેખિત પ્રશ્નના ઉતરમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તા. ૩૧-૧ર-રર ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અછત  અને અતવૃષ્ટિને  પહોંચી વળવા માટે સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ કોઇપણ રકમની માંગણી કરવામાં આવેલ નથી.

રાજય સરકાર દ્વારા અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી  વળવા માટે રાજય સરકાર દ્વારા તા. ૧પ-૧ર-રર ના રોજ પત્રથી રૃા. ૧પર.૯૯ કરોડની અતિવૃષ્ટિ માટે માંગણી કરવામાં આવેલ છે જયારે વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે રાજય સરકાર દ્વારા રૃા. ર૪૪૮.૮૩ કરોડની માંગણી કરવામાં આવેલ છે.

આ માંગણી અન્વયે કેન્દ્ર સરકાર તરફથી કુલ રૃા. ૧૦૦૦ કરોડની રકમ ફાળવવામાં આવેલ છે. જે વાવાઝોડા અંગે આપવામાં આવેલ છે. જયારે અતિવૃષ્ટિ માટે કેન્દ્ર સરકાર પક્ષે આ બાબત વિચારણાધીન છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર કોઇપણ રાજયને અન્યાય થવા નહિ દે. કેન્દ્ર સરકાર રાજય સરકારોને હંમેશા મદદ કરવા કરવા તત્પર છે.

(12:17 pm IST)