Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

નવી બંદરમાં ફાયરીંગથી માછીમારના મોત અંગે ૧૦ આરોપીઓ વોન્ટેડ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭ :.. ગુજરાતના સમુદ્રી કિનારે ફાયરીંગની બનતી ઘટના અંગે માણાવદરના અરવિંદભાઇ લાડાણીના પ્રશ્નના ઉતરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તા. ૭-૧૧-ર૧ ના પોરબંદર જિલ્લાના નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે સમૃધ્ધિ કિનારે પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીએ ફાયરીંગ કરી એક માછીમારનું મોત નિપજાવ્યું હતું તે અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનામાં સંડોવાયેલ અંગે કોઇ ગુનેગાર પકડાયેલ નથી પરંતુ અંદાજીત ૧૦ જેટલી આરોપીઓ - ગુનેગારોને પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. આ અંગે પોલીસ તંત્ર દ્વારા ખાનગી વિગતો મેળવવામાં આવી રહી છે અને જેમ જેમ બાતમી મળતી જશે તેમ તેમ આવા ગુનાહિત લોકોને બને તેટલી ઝડપથી પકડી પાડવામાં આવશે આમા કોઇને પણ છોડવામાં આવશે નહિં.

(12:14 pm IST)