Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

એક આંખમાં કડકાઈ, બીજી આંખમાં કરુણાઃ અમરેલી જેલનું ઇન્‍સ્‍પેક્‍શન કરી, ૪૦ પરિવારને રહેઠાણ પણ અર્પણ

ગુજરાતના મુખ્‍ય જેલ વડા ડો.કે. એલ.એન.રાવ ફરજ પાલન સાથે કર્તવ્‍યનું પાલન, જેલ સ્‍ટાફને રહેઠાણ અર્પણ કર્યાં: ભાવવાહી દૃશ્‍યો સર્જાયા પોતાના પરિવારને રહેણાક મળે તે માટે અંગત રસ લેનાર ડો. કે.એલ.એન.રાવ દંપતિ હસ્‍તે આવાસ અર્પણ થાય તેવી ૪૦ પરિવાર દ્વારા લાગણી વ્‍યકત થયેલ

રાજકોટ તા.૨૭: રાજયના સિનિયર આઇપીએસ અને એડી.ડીજી લેવલના ગુજરાતના મુખ્‍ય જેલ વડા ડૉ.કે.એલ.એન.રાવ દ્વારા તાજેતરમાં અમરેલી જેલના નિરીક્ષણ સાથે ૪૬ પરિવાર માટે સ્‍ટાફનું રહેઠાણ વિધિસર અર્પણ કરેલ  અમરેલી જેલ સ્‍ટાફ દ્વારા પોતાના પરિવાર માટે ખૂબ અંગત રસ દાખવી જે રીતે આખો રહેણાક પ્રોજેક્‍ટ પાર પાડ્‍યો હતો તેથી આ સ્‍ટાફની લાગણી એવો હતી કે તેમને સ્‍ટાફ કવાટરની સોંપણી ડો. કે.એલ.એન રાવ તથા તેમના ધર્મપત્‍ની જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઇન્‍દુબેન રાવ હસ્‍તે થાય આ માટે તેઓ રાહ જોવા પણ તૈયાર હતા, આખરે રાજયના પોલિસ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા જેલ ઇન્‍સ્‍પેક્‍શન સાથે સ્‍ટાફની. અર્પણ વિધિ થયેલ. સ્‍ટાફ કવાંટરની સોંપણી પહેલા તમામ ધાર્મિક વિધિ કરવામાં આવેલ

(12:01 pm IST)