Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ગુજરાતની એસએમઇ કંપનીઓએ આપ્‍યું ભારે રિટર્ન

ભારતની અન્‍ય એસએમઇ કંપનીઓનું રિટર્ન ૬% : ગુજરાતી એસએમઇના આઇપીઓએ આપ્‍યું ૩ર% રિટર્ન

અમદાવાદ તા. ર૭ : ગુજરાતની એસએમઇ કંપનીઓએ ર૦રર-ર૩ ના નાણાંકીય વર્ષમાં આઇપીઓ દ્વારા ૬૪પ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા અને સરેરાશ ૩૧.૮ ટકા રિટર્ન આપ્‍યું હતું તેની સામે દેશની બાકીની એસએમઇ કંપનીઓએ ૧પ૦૦ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા અને સરેરાશ પ.૮ ટકા રિટર્ન આપ્‍યું હતું એવું એક અગ્રેસર નાણાંકીય સર્વીસ ગ્રુપના અભ્‍યાસનું તારણ છે.

પેન્‍ટોમેથ કેપીટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર ગુજરાતની ૩૩ સ્‍મોલ અને મીડીયમ એન્‍ટરપ્રાઇઝીસ (એસએમઇ) કંપનીઓએ આઇપીઓ દ્વારા ૩૧.૮ ટકા સરેરાશ રીટર્ન આપ્‍યું છે. જે દેશની બાકીની ૮૪ કંપનીઓએ આપેલ રીટર્ન કરતા ૬ ગણું વધારે છે. છેલ્લા ૪ વર્ષમાં ર૦રર-ર૩ માં સૌથી વધારે એસએમઇ આઇપીઓ જોવા મળ્‍યા હતાં.

પેન્‍ટોમેથના એમડી મહાવીર લુણાવતે કહયું, ‘પબ્‍લીક લીસ્‍ટીંગ માર્કેટમાં ગુજરાતનું પ્રદાન નોંધપાત્ર છે. ગુજરાતની કંપનીઓ લીસ્‍ટીંગ પછી સારૂ રીટર્ન આપે છે એમ કહેવું અયોગ્‍ય નહીં ગણાય.'

(11:45 am IST)