Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કસ્‍ટોડીયલ ડેથમાં ગુજરાત મોખરેઃ ર વર્ષમાં ૧૭૮ બનાવો

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭ :.. રાજયમાં કસ્‍ટોડીયલ ડેથના બનેલા બનાવો અંગે કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયાના એક લેખિત પ્રશ્નના ઉતરમાં રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧ર-રર ની સ્‍થિતિએ રાજયમાં છેલ્લા બે વર્ષમાં કસ્‍ટોડીયલ ડેથના કુલ ૧૭૮ બનાવો બન્‍યા છે.

આવા બનેલા બનાવો સંદર્ભે રાજય સરકારે જવાબદાર પોલીસ અધિકારી - કર્મચારીઓ સામે ફરજ મોકૂફ, ખાતા રાહે શિક્ષક, ખાતાકીય તપાસ, જવાબદારો વિરુધ્‍ધ ગુન્‍હાઓ નોંધવા, ફરજ ઉપરથી છૂટા કરવામાં વગેરે પગલાં ભરવામાં આવેલ છે. આવા કિસ્‍સાઓમાં મૃતકના વારસદારોને કુલ રૂા. ૧૭,૦૦,૦૦૦ નું વળતર ચૂકવવામાં આવેલ છે. આમ આજની સ્‍થિતિએ કોઇ વળતર ચૂકવવાનું રહેતુ નથી. આમ છતાં યોગ્‍ય હકિકત હશે તો વિચારણા કરી જરૂર ચુકવવામાં આવશે. તેવી ખાત્રી આપી હતી.

(11:35 am IST)