Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ગુજરાતમાં નકલી નોટ છાપવાના ર૬ બનાવોઃ ૯૦ શખ્‍સો પકડાયા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭ :.. રાજયમાં નકલી નોટો છાપવાના  બનાવો અંગે સભ્‍ય શ્રી અનંતકુમાર પટેલના એક પ્રશ્નના ઉતારમાં રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧ર-રર ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં ર૬ બનાવો ધ્‍યાનમાં આવ્‍યા છે.

આ નકલી નોટો છાપવાના બનેલા બનાવો માંથી કુલ ૧૬,૯૭૧ નોટો કબજે લેવામાં આવી છે. આવા ગુનેગારોને પકડવા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ ૯૦ ગુનેગારોને પકડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.  જયારે હજુ પાંચ ગુનેગારો પકડવાના બાકી છે.

આ ગુનેગારોને પકડવાની કામગીરી ચાલી રહી છે. અને તેટલી ઝડપથી આ ગુનેગારોને પકડી લેવામાં આવશે આમ કોઇને પણ છાવરવામાં નહિ આવે

(11:19 am IST)