Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ચર્ચાસ્‍પદ ઉમેશ પાલ હત્‍યા કેસમાં યુપી પોલીસ અતિક અહેમદના પુછપરછ માટે અમદાવાદ સેન્‍ટ્રલ જેલમાં પહોંચી

-ટ્રાન્‍સફર વોરન્‍ટથી ધરપકડ કરીને ઉત્તરપ્રદેશ લઇ જાય તેવી શકયતા

અમદાવાદઃ ઉમેર પાલ હત્‍યા કેસમાં અતિક અહેમદની પુછપરછ માટે યુપી પોલીસ અમદાવાદ આવી છે.

યુપી પોલીસ અતિક અહેમદની અગાઉના ગુનાની પૂછપરછ માટે સેન્ટ્રલ જેલ પહોંચી છે. ચર્ચાસ્પદ ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની પૂછપરછ કરવામાં આવશે.

અમદાવાદની સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર અતિક અહેમદની પૂછપરછ માટે UP પોલીસ અમદાવાદ આવી છે. આપને જણાવી દઈએ કે યુપી પોલીસ અતિક અહેમદની અગાઉના ગુનાની પૂછપરછ માટે સેન્ટ્રલ જેલ પહોંચી છે. ચર્ચાસ્પદ ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની પૂછપરછ કરવામાં આવશે. માહિતી મુજબ યુપી પોલીસ પૂછપરછ બાદ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી ઉતર પ્રદેશ લઈ જઈ શકે છે.

 

 

(3:26 pm IST)